બાબરા તાલુકાના નાનીકુંડળ ગામે સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી અંતર્ગત ધો. ૧માં ૪૭ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે નીતિનભાઇ રાઠોડ, સંજયભાઇ વસાણી, માધવભાઇ કટારીયા, મુકેશભાઈ ભાલીયા, વલ્લભભાઇ મકવાણા, નારણભાઇ ભાલીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રવેશ મેળવનાર બાળકોને નિયમિત શાળાએ મોકલવા તથા કન્યા કેળવણી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.