કમી કેરાળા ગામના ખેડૂતે બે લોકો સામે ફરિયાદ નોંધાવી

ચલાલાના નાના સમઢીયાળા ગામની સીમમાં એક ખેડૂતે અમને શું કામ કનડગત કરો છો કહી થાંભલા ખોડવાની ના પાડતાં આરોપીને સારું નહોતું લાગ્યું અને જેમ ફાવે તેમ ગાળો આપી હતી.
તેમજ ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો. બનાવ અંગે ચલાલાના કમી કેરાળા ગામના દિનેશભાઈ બાબુભાઈ શીરોયા (ઉ.વ.૬૦)એ નાના સમઢીયાળા ગામના જેરામભાઈ પોપટભાઈ ડોબરીયા તથા મનસુખભાઈ પોપટભાઈ ડોબરીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, બંને આરોપીએ તેમના ખેતરમાં જવાના કાચા રસ્તા વચ્ચે સીમેન્ટના થાંભાલા ખોડતા હતા. જેથી આ બાબતે તેમણે અમને શું કામ કનડગત કરો છો એમ કહી થાંભલા ખોડવાની ના પાડતા આરોપીઓને સારૂ નહોતું લાગ્યું. આરોપીએ તેમને જેમ-ફાવે તેમ ગાળો આપી શર્ટ પકડી પછાડી દઈ શરીરે આડેધડ ઢીકાપાટુનો મારમારી મુંઢ ઈજાઓ કરી હતી. ચલાલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.ડી વાળા વધુ તપાસ કરી રહ્યા છે.