રાજુલામાં ચોરોને પણ હવે મોંઘવારી નડતી હોય તેમ મંદિરોને નિશાન બનાવી રહ્યા છે.
નાના મોભીયાણા ગામે ખોડિયાર માતાજીના મંદિરમાંથી અજાણ્યો ચોર ઇસમ દાનપેટી તોડીને રોકડા ૧,૩૦,૦૦૦ની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.
બનાવ અંગે હાલ સુરત રહેતા મૂળ મહુવાના ભાદ્રોડ ગામના વશરામભાઈ
દુદાભાઈ કાતરીયાએ અજાણ્યા ચોર ઇસમ સામે
નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના નાના
મોભીયાણા ગામે આવેલા કુળદેવી ખોડિયાર માતાના મંદિરે અજાણ્યા ચોર
ઇસમે જાળીનું તાળું તોડી દાનપેટીમાંથી રોકડા ૧,૩૦,૦૦૦ની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.