રાજુલાના નાના મોભીયાણા ગામે રહેતા એક યુવકનું મોટર સાયકલ સ્લીપ થતાં ગંભીર ઈજા પહોંચી હતી. જેને લઈ સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. બનાવ અંગે ભાવેશભાઈ અંબાદાનભાઈ કુંચાલા (ઉ.વ.૨૭)એ જાહેર કર્યા મુજબ, તેઓ તથા ભદ્રેશદાન અંબાદાનભાઈ કુંચાલા બંને પોતાના હવાલાનું મોટર સાયકલ લઈને મહુવાથી મોભીયાણા તરફ જતા હતા તે દરમિયાન કાબુ ગુમાવતાં બાઇક સ્લીપ ખાઈ ગઈ હતી. જેમાં ભદ્રેશદાનને ગંભીર ઈજા થતા સારવાર અર્થે લઈ જવાયો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. ડુંગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.ડી.ગોહીલ વધુ તપાસ કરી રહ્યા છે.