સાવરકુંડલાના ગણેશગઢ ખાતે યોજાયેલ પ્રાકૃતિક કૃષિ શિબિરમાં રાજ્યપાલના હસ્તે ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયિકા અને બગસરાના નાના મુંજીયાસર ગામના વતની અલ્પાબેન પટેલનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. અલ્પાબેને ખૂબ જ નાની વયે ભજન અને લોકગીત ગાવાની શરૂઆત કરી હતી અને આજે તેઓ આ ક્ષેત્રમાં ૧૮ વર્ષની સફર ખેડી ચૂક્યા છે. આ સન્માન બદલ અલ્પાબેન પટેલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તેમજ કાર્યક્રમના આયોજક ગોપાલભાઇ ક્યાડાનો આભાર વ્યક્ત કર્યો હતો.