શિયાળાની સવારે ધુમ્મસ છવાઈ ગયું હતું. છેલ્લા કેટલાક દિવસથી ઠંડા સૂસવાટા મારતા પવને જનજીવન ને ઠુઠવી નાખ્યું હોય એમ લાગતું હતું. તેમાં તમને ગરમાવો દેખાય તો કેવું લાગે  ?

હા, અહીં એવું જ કઇંક મને જોવા મલી રહયું હતું. ઘડીભર માટે આંખ ને પણ વિશ્વાસ ન પડે,પણ દ્રશ્ય બિલકુલ સાચું હતું.

વન વિસ્તરણ વિભાગ ના વાવેતર ની વાડ પાસે બે જણ વચ્ચે બોલાચાલી થઈ રહી હતી. તેમાં એક તો ચોકીદાર હતો જેને હું દૂર થી ઓળખી ગયો .

સડક ની બાજુમાં એક એમ્બેસેડર કાર પડી હતી. તેમાં થી ઉતરી બહાર ઉભેલા વ્યક્તિ સાથે કઇંક ઝગડો થયો હતો એવું મને  લાગ્યું  .

કાર માંથી ઉતરેલ માણસ વાવેતર વિસ્તાર ની વાડ નાં કાંટાળા ઝરડા ઉંચકી ને વાડ દુરસ્ત કરતાં હું દૂર થી જોઈ રહ્યો.

શું બની રહ્યું છે તે હું સમજું તે પહેલાં ધસમસતી કાર મારી નજીક આવી ઉભી રહી. કારની આગળ ના ભાગે લખેલ કન્ઝરવેટર ઓફ ફોરેસ્ટ અમદાવાદ  વાંચતા અમદાવાદ સર્કલ ના સી.એફ.માલવડે સાહેબ છે તેનો મને ખ્યાલ આવી ગયો. સાહેબ કાર નો દરવાજો ખોલી બહાર આવ્યા એટલે મેં સેલ્યુટ થી અભિવાદન કર્યુ.

‘ સાહેબ  આપ અત્યારે’..

હા, અત્યારે ગોધરા જતો હતો,તમારી રેંજ ના કામો ની વિઝીટ સાંજે કરવાની છે.તેના મેસેજ મલી ગયા હશે.

જી સર ,

હું સાંજે પાંચ વાગ્યે આવીશ ,તમે તમારા આ પ્લાન્ટેશન ના ચોકીદાર ને હાજર રાખજો

જી સર,

આટલું કહી સાહેબ કાર માં બેસી ગયા .સડસડાટ કાર ગોધરા ના રસ્તે સંચરી પણ મારા મગજમાં અનેક પ્રશ્નો નું વંટોળીયું સર્જતી ગઇ .

ચોકીદાર ને બોલાવી પુછપરછ કરી તો ખબર પડી કે સાહેબ લઘુશંકા માટે વાડ ના કાંટા ખસેડી અંદર જતાં ચોકીદાર ની નજરે ચડી જતાં બબાલ થયેલી. જેથી સાહેબે તેની માફી માંગી વાડ જેમ હતી તેમ સરખી કરી આપેલી. વાત ત્યા પુરી થઈ જાત પણ સાહેબે સાંજે ચોકીદાર ને હાજર રાખજો અમે કહી જતા રહયા તેમાં મને ઘણા વિચારો સતાવી રહયા હતા.

‘હવે શું થશે? સાહેબ ગેરવર્તણુંક માટે તેને નોકરી માંથી કાઢી મુકશે? કે ઠપકો આપી જવા દેશે . મન બેચેન થઇ ગયું. ચોકીદારે પોતાની ફરજના ભાગરૂપે તેમને ટોકયા હતા. પણ  આતો રાજા વાજા ને વાંદરા  તેનું કંઈ નકકી નહીં.

છેલ્લા કેટલાક દિવસથી કેનાલ સાઇડ ના પ્લાન્ટેશન નું ફેરણુ કર્યા પછી ભવન્સ નર્સરી પર જવાનું મન થઇ આવતું હતું. તેમાં દૈહિક આકર્ષણ હતું કે મુગ્ધ પ્રેમ નું તે ખેંચાણ હતું. તે સમજાતું નહોતું.

એક વનવાસી ભીલડી નું મોહક રૂપ શિવજી પણ મોહિત થઈ જતા હોય તો આપણી શી વિસાત .વન વગડા ના વનફૂલ નું વણબોટયુ યૌવન તેનુ રૂપ લાવણ્ય,ઘાયલ કરે તેવું સ્મિત,મારકણી અણિયાળી આંખો,સહેજ આગળ લટકતી શ્યામલ લટ ,ઉરોજ નો ઉભાર અને લટકમટક નજીક થી પસાર થતાં તેના નિતંબ નું  ડોલન દિલો દિમાગ માં એવુ છવાઈ ગયું હતું  કે મન અધીર થઈ જતું હતું. અને મોટરસાયકલ અનાયાસે જાણે નર્સરી તરફ હંકારાઇ જતું હતું.

હા,રેશમ ની આ વાત છે. તે મારું રેશમી ખ્વાબ હતું   બપોર ના બાર નો સમય હતો. તે મકાઇ ના રોટલા સેકતી હતી.તેની સુગંધ મારા સુધી આવતી હતી જે મને તેની ઝુંપડી તરફ ખેંચી ગઇ.ચૂલ્હા પાસે રોટલા ઘડતી જોઇ ત્યારે તેનો ચહેરો તાંમ્રવરણો લાગતો હતો.

‘સાયેબ,મક્કી નો રોટલો ખાવા કરે ?’તેણે પુછ્યું

‘હા,તું આલે  તો? ‘

મું તો ઘણું આલવા કરું,પણ તું મારી હામે જોવે કો’ની ‘રેશમ શરમાતા બોલી

માનસિંગ ને શાંતા દેખાતાં નથી?

હટાણુ કરવા ગીયેલા હે ‘તેણે કહ્યું

‘લે ,બેહ આજ કોઈ ની આવે ,આપણ બે …’ કહેતાં ઓઢણી નો છેડો મોંમાં લઇ .સામે બેસવા માટે કોથળો પાથર્યો.

થાળીમાં મકાઇ નો રોટલો,અડદ નું શાક  ઘી ગોળ પીરસ્યું.

ભાનભુલી હું તેની સામે જોઇ રહ્યો .તે નજીક આવી બેઠી તેણે કોળિયો મારા મોંમાં મુકયો .તેની પાતળી કમરમાં હાથ નાખી. તેનો બીજો હાથ પકડી લઇ હોઠ પર ચુંબન ચોડી દીધું. તેના ગાલ પર લાલીમાં  છવાઈ ગઈ. તેણે બિલકુલ વિરોધ ન કર્યો જેથી મારું  પુરુષત્વ જાગી ગયું આલિંગન માં લેતાં તે ખીલી ઉઠી

અચાનક અવાજ આવ્યો.તેણે મને ચેતવ્યો. ઘડીયાળ તરફ જોયું. ચાર વાગતા હતા .

મોટરસાયકલ ને કીક મારી હું આગળ વધ્યો. ડાકોર ના ઇરીગેશન રેસ્ટહાઉસે પહોંચ્યો. સુચના મુજબ સવાર ના મળ્યો હતો તે ચોકીદાર આવી ગયો હતો.

થોડી વાર માં સી.એફ.સાહેબ ની ગાડી આવી.સાહેબ ને સેલ્યુટ કરી અભિવાદન કર્યુ.

સાહેબે ચોકીદાર ને બોલાવ્યો. અમારો સૌનો જીવ પડીકે બંધાયો હતો  હવે શું થશે?

સાહેબે તેને નજીક બોલાવી તેનો ખભો થાબડયો. રૂપિયા દશ નું ઇનામ અને પ્રમાણપત્ર આપ્યું પછી બોલ્યા ‘આવા નાના માણસની વફાદારી,પ્રમાણિકતા અને ખુદ્દારી ને કારણે આપણાં જંગલો સચવાઇ રહયાં છે ‘.

હવે અમારો સૌનો શ્વાસ હેઠો બેઠો.જયારે ચોકીદાર રાવજી ગદ્ ગદ્ થઇ ગયો. આટલા વરસે તેનાં કામની કદર થઇ હતી. તેણે સાહેબ ને વંદન કર્યા.

મને પણ એમ થયું કે આવા નિડર પોતાના કામ પ્રત્યે સંનિષ્ઠ અને સમર્પિત ચોકીદાર ને પ્રોત્સાહિત કરનારા

અધિકારી હોય તો નાના માણસો નો ઉત્સાહ વધે .બાકી તો ચોથા વર્ગ ના આવા નાના કર્મચારીઓ ને અધિકારી ઓ જે રીતે હડધૂત કરે છે. તેનાથી તેમ નું  મોરલ તૂટી જાય છે.

સાહેબ ની સાથે રહી ચાલતી કામગીરી ઓ ,પુરી થયેલ કામગીરી અને આવતા વર્ષે ની કામગીરી ના માઇક્રોપ્લાનિંગ ની ચર્ચા કરી. સાહેબે કેટલીક સુચના ઓ આપી.અને તેમની આજ ની વિઝીટ પુરી થઇ .