કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે આજે અમદાવાદ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટિવ બેંક-એડીસીનો ‘સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવ’ યોજાયો હતો.
કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહે – ધ અમદાવાદ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટિવ બેંક પરિવારના સભ્યોને સેવાની શતાબ્દી સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, કોઇપણ સંસ્થા અનેક ઉતાર-ચડાવ જોઈને જ્યારે ૧૦૦ વર્ષ સુધી સાતત્યપૂર્ણ રીતે કામ કરે, તે સમગ્ર સમાજ માટે ગૌરવપૂર્ણ બાબત છે. સહકારિતાનો મૂળ ઉદ્દેશ્ય સામૂહિક ઉત્કર્ષનો છે, જેને અમદાવાદ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટિવ બેંક છેલ્લા ૧૦૦ વર્ષથી પૂર્ણ કરી રહી છે. એડીસી બેંક નાણાકીય વ્યવહાર ઉપરાંત અનેક સામાન્ય નાગરિકોના જીવનને સમૃદ્ધ બનાવીને સામાજિક ક્ષેત્રે પણ ખ્યાતિ પ્રાપ્ત કરી છે. એટલા માટે જ, આજે છડ્ઢઝ્ર – નાના માણસોની મોટી બેંક તરીકે પ્રસ્થાપિત થઇ છે.
કેન્દ્રીય સહકારિતા મંત્રીએ એડીસી બેંકની સફળ શતાબ્દીને અમદાવાદ જિલ્લા સહિત ગુજરાતભરના ખેડૂતોના ઉત્કર્ષના ૧૦૦ વર્ષ ગણાવતા કહ્યું હતુ કે, ખેડૂતો અને સામાન્ય નાગરિકોને શાહુકારોના વિષચક્રમાંથી બચાવવા માટે વર્ષ ૧૯૨૫માં અમદાવાદ ખાતે એક નાની ઓરડીમાં શરૂ થયેલી ધ અમદાવાદ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટિવ બેંકે ૧૦૦ વર્ષમાં અનેક ઉતાર-ચડાવ જાયા છે. છતાં પણ આજે રૂ. ૧૭,૦૦૦ કરોડથી વધુનો બિઝનેસ, રૂ. ૧૦૦ કરોડનો નફો, અડધા ટકા કરતા પણ ઓછો દ્ગઁછ રેટ તેમજ આશરે રૂ. ૬,૫૦૦ કરોડના ધિરાણ સાથે એડીસી બેંક દેશની સૌથી વધુ નફો કરતી અગ્રણી જિલ્લા સહકારી બેંક તરીકે પ્રસ્થાપિત થઇ છે.
આ ઉપરાંત કેન્દ્રીય સહકારિતા મંત્રીએ શ્યામજીકૃષ્ણ વર્માની જન્મ જયંતી નિમિત્તે તેમને શ્રદ્ધા સુમન અર્પણ કરી તેમના જીવન પ્રસંગોને વાગોળતા કહ્યું હતું કે, શ્યામજીકૃષ્ણ વર્મા આઝાદીની લડતના એક ઉત્કૃષ્ઠ સ્વાતંત્ર્ય સેનાની અને સાચા દેશભક્ત હતા. તેમણે વિદેશમાં રહીને આઝાદીની ચળવળમાં વિશેષ યોગદાન આપ્યું હતું.
સહકારિતા મંત્રીએ કહ્યું હતું કે, ‘નાના માણસની મોટી બેંક’ના મંત્રને  સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો છે. નાના વ્યક્તિએ સહકારી બેંકોના માધ્યમથી દેશના આર્થિક વિકાસમાં મોટું પ્રદાન આપ્યું છે. દેશમાં સહકારી માળખું વેર-વિખેર હતું ત્યારે સહકારી પ્રવૃત્તિઓને પ્રાધાન્ય આપવા દેશમાં ૭૦ વર્ષથી અલગ સહકારિતા મંત્રાલય સ્થાપવાની માંગ હતી, તેને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અલગ મંત્રાલય સ્થાપીને પૂર્ણ કરી છે. આ નવીન મંત્રાલય કાર્યરત થવાથી ખેડૂતો-પશુપાલકોના હિતમાં સહકારી ક્ષેત્રે અનેકવિધ નીતિ વિષયક નિર્ણયો કરવામાં આવ્યા છે. સહકારી ક્ષેત્રમાં આવતી અનેક અડચણો આ મંત્રાલય શરૂ થવાથી દૂર થઇ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એડીસી બેંકના સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવમાં જણાવ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સહકારિતા ક્ષેત્રને રાષ્ટ્રવ્યાપી ફલક આપવા દેશમાં પહેલીવાર અલાયદું સહકાર મંત્રાલય સ્થાપ્યું છે. સાથે સહકાર મંત્રાલયની બાગડોર પણ લોકલાડીલા સાંસદ અને યુવા સહકારી અગ્રણી અમિતભાઈ શાહને સોંપી છે. ભૂતકાળમાં એડીસી બેંકના ચેરમેન તરીકે અમિતભાઈનું વિઝનરી નેતૃત્વ મળ્યું હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ.