અમરેલી તાલુકાના નાના માચીયાળા ગામે કોરોના સામે રક્ષણ મળી રહે તે માટે મતદાનની સાથે વેક્સિનેશન ઝુંબેશ કાર્યક્રમ યોજાયો હતો. અમરેલી જિલ્લામાં હજુ અનેક લોકો કોરોના વેક્સિન લેવામાં ઉદાસીન વલણ દાખવી રહ્યાં છે. રાજયમાં દિવસેને દિવસે કોરોનાના કેસો વધતા જતા હોવાથી આરોગ્ય તંત્રએ કોરોના વેક્સિનેશન માટે અનેકવાર અપીલ કરી છે પરંતુ હજુ પણ વેક્સિનેશનની કામગીરી પૂર્ણ થઈ ન હોવાથી તંત્ર દ્વારા નવો અભિગમ અપનાવાયો હતો. જેને તાલુકા પંચાયત ઉપપ્રમુખ વનરાજભાઈ કોઠિવાળે અભિનંદન પાઠયાવ્યા હતા.