નાના માચીયાળા ગામથી આગળ પુલને વટીને એસટી બસ ટ્રક પાઠળ ધડાકાભેર અથડાઈ હતી. જેમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. બાબરામાં રહેતા ભાસ્કરભાઇ લક્ષ્મીશંકર ભટ્ટ (ઉ.વ.૫૫)એ કોટડાપીઠા ગામે રહેતા એસ.ટી. બસ નં.જી.જે.૧૮.ઝેડ.૦૮૫૨ના ડ્રાઇવર કિરણભાઇ મનુભાઇ પટગીર સામે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ નાના માચીયાળા ગામ પાસે આરોપી પોતાની હવાલાવાળી બસ નં.જી.જે. ૧૮.ઝેડ.૦૮૫૨ને સ્પીડથી ચલાવતા હતા. તે સમયે એસ.ટી.બસની આગળ ટ્રક નંબર.જી.જે.૧.યુ.૩૦૯૩ જતો હતો અને તેની આગળ ભેંસો આવતા અચાનક બ્રેક મારી હતી. જેના કારણે બસ ટ્રકની પાછળ ભટકાતાં આગળનો કાચ અને ડ્રાઇવર સાઇડની હેડ લાઇટવાળુ પતરુ મળી કુલ કિ. ૯૦૦૦નું નુકસાન થયું હતું. અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. આર.એન.માલકિયા વધુ તપાસ કરી રહ્યા છે. ચિતલ ગામે ખોડિયાર નગર પાસે અલ્ટો કાર ચાલકે મોપેડ ચાલકને અડફેટે લીધો હતો. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો.