અમરેલીના નાના માચીયાળા ગામે રહેતી એક મહિલાએ ઉંદર મારવાની ઝેરી દવા પી લેતા મોત થયું હતું. જેને લઈ પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા. બનાવ અંગે સુનિલભાઈ સપસુભાઈ બારૈયા (ઉ.વ.૨૮)એ જાહેર કર્યા મુજબ, તેમના પત્ની રેખાબેન સુનિલભાઈ બારૈયા (ઉ.વ.૨૮)એ અગમ્ય કારણોસર ઉંદર મારવાની ઝેરી દવા પી જતાં મરણ પામ્યા હતા. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.કે.સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.