અમરેલી જિલ્લામાં લગ્નવાંચ્છુ યુવકો માટે ફરી એક વખત લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. નાના માચીયાળા ગામનો યુવક લૂંટેરી દુલ્હનની ટોળકીનો ભોગ બન્યો હતો. રાકેશભાઈ કાળુભાઈ ચૌહાણ (ઉ.વ.૩૩)એ લાઠીના છભાડીયા ગામના ચતુરભાઈ ભીખાભાઈ પાટડીયા તથા ખેડાના પીપ જીવા મહંત વાળુ ફળીયુંના રાજુભાઈ પટેલ તથા રેખાબેન રમણભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, ચતુરભાઈ પાટડીયાએ રાજુભાઈ પટેલનો સંપર્ક કરાવી તેમની પાસેથી રૂ.૧,૭૦,૦૦૦ લઈ રેખાબેન સાથે ફુલહાર કરાવ્યા હતા. ચતુરભાઈ અને રાજુભાઈએ તેમના ઘરે આવી રેખાબેનને લઈ જઈ પાછી નહીં મોકલી રૂ.૧,૭૦,૦૦૦ની છેતરપિંડી તથા વિશ્વાસઘાત કર્યો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.કે. પાંડવ વધુ તપાસ કરી રહ્યા છે.