કરડવાડી નાના માચીયાળા ખાતે શ્રી સ્વામિનારાયણ સત્સંગ સમાજ દ્વારા તા.
૬/પ થી ૧ર/પ દરમિયાન કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથા પ્રારંભ ૬/પને મંગળવારે ૯ કલાકે થશે. કથા સમય સવારે ૮ઃ૩૦ થી ૧૧ઃ૩૦ અને સાંજે ૩ઃ૩૦ થી ૬ઃ૩૦ રહેશે. કથાનાં વક્તા તરીકે કો.શા.સ્વા. ઘનશ્યામવલ્લભદાસજી-ગઢપુર રહેશે. આ કથામાં મુખ્ય યજમાન અ.નિ.સ.ગુ.ગવૈયા સ્વામી દેવ પ્રસાદદાસનું મંડળ હ.ગવૈયા સ્વામી બાલકૃષ્ણદાસજી ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી વિશેષ તરીકે સાંસદ ભરતભાઈ સુતરીયા, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, ઈફકોનાં ચેરમેન દિલીપભાઈ સંઘાણી, અમર ડેરીનાં ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, કેતન ભાઈ સોની, કિશોરભાઈ કાનપરીયા, અતુલભાઈ કાનાણી, ચેતનભાઈ ધાનાણી, વનરાજભાઈ કોઠીવાળ, વનરાજભાઈ ડાંગર,બલભદ્રભાઈ કોઠીવાડ સહિતનાં ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં આમંત્રિત મહેમાન તરીકે ખોડલધામનાં ટ્રસ્ટી વસંતભાઈ મોવલીયા, રમેશભાઈ કાથરોટીયા, ભુપતભાઈ ભુવા, સુરેશભાઈ દેસાઈ,નરેશભાઈ સાકરીયા, મનુભાઈ દેસાઈ, કાળુભાઈ સુહાગીયા ઉપસ્થિત રહેશે. પોથીયાત્રા તા.
૬/પને મંગળવારે સવારે ૭ઃ૦૦ કલાકે, ઘનશ્યામ જન્મોત્સવ તા.૦૭ સાંજે ૬ઃ૦૦ કલાકે, શ્રી પટ્ટાભિષેક તા.૦૯ સાંજે ૬ઃ૦૦ કલાકે, હરિયાગ યજ્ઞ તા.૧૧ સવારે ૮ થી બપોરે ૪, અન્નકુટોત્સવ તા.૧૧ બપોરે ૧૧ કલાકે, કથા પૂર્ણાહુતિ તા.૧ર બપોરે ૧૧ કલાકે તેમજ તા.૯ ને શુક્રવારે રાત્રે લોકસાહિત્યકાર લખમણશીભાઈ ગઢવી લોકવાર્તા રજૂ કરશે. તા.૧૦ નાં રોજ સંતવાણી કાર્યક્રમ યોજાશે. તેમજ તા.૧૧ ને સાંજે ૪ થી ૭ સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ, નેત્રચિકિત્સા કેમ્પમાં અમરેલીનાં તમામ નામાંકિત ડોક્ટરો સેવા આપશે.