સાવરકુંડલાના નાના ભમોદ્રા ગામે આવેલી ધીરૂભાઈ દૂધવાળાની વાડીની સામેના રોડ પરથી જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના દિલાવરનગરનો રહેવાસી અને હાલ સાવરકુંડલામાં રહેતો એજાજ રસુલભાઈ લાડક (ઉ.વ.૨૦) ગેરકાયદેસર રીતે લાયસન્સ વગર દેશી જામગરી બંદૂક સાથે ઝડપાયો હતો. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર વી.એમ.જાદવ વધુ તપાસ કરી રહ્યા છે.