સાવરકુંડલાના નાના ભમોદ્રા ગામે નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરનો પાંચમો પાટોત્સવ તથા પંચદિનાત્મક કથા પારાયણનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે નિષ્કુળાનંદ સ્વામિ રચિત ભક્ત ચિંતામણી કથાનું આયોજન કરાયું હતું. આચાર્યશ્રી લાલજી મહારાજે રૂડા આશીવર્ચન આપ્યા હતા અને પાર્ષદ જનંગળ ભગત વ્યાસે કથાનું રસપાન કરાવ્યું હતું. આ પ્રસંગે અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા, ગામના અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય ધીરૂભાઈ દુધવાળા, ગોરધનભાઈ છગનભાઈ ખુંટ, દિનેશભાઈ શામજીભાઈ પીપળીયા, લાભુભાઈ ભુરાભાઈ ખુંટ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.