અમરેલી જિલ્લામાં પૂરપાટ ઝડપે વાહન ચલાવવાના કારણે અનેક નિર્દોષ લોકોના મોત થઈ રહ્યા છે. નાના ભંડારીયાથી મોટા આંકડીયા તરફ પેટ્રોલપંપ પાસે રોંગ સાઇડમાં આવેલી અમદાવાદ પાસિંગની કારે બાઇક સવારને અડફટે લેતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું. આ અંગે સાવરકુંડલામાં રહેતા ઘનશ્યામભાઈ હિરાભાઈ સોરીયા (ઉ.વ.૨૪)એ લુણીધાર ગામે રહેતા ચિરાગભાઈ વિનુભાઈ હિરપરા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ ફરિયાદીનો ભત્રીજો તથા તેનો નાનો ભાઈ અને અન્ય એક ભત્રીજો ૧૭ મેના રોજ સવારે સા.કુંડલાથી કમર કોટડા જતા હતા અને આશરે સાડા અગિયારેક વાગ્યા દરમિયાન નાના ભંડારીયાથી આગળ પેટ્રોલપંપથી આગળ મોટા આંકડીયા તરફ પહોંચતા રસ્તામાં સામેથી એક સફેદ કલરની ફોર વ્હીલ (ય્ત્ન-૦૧-દ્ભત્ન-૯૯૩૧)નો ચાલક પુરઝડપે અને બેફિકરાઈથી રોંગ સાઇડમાં આવ્યો હતો અને તેમની મોટર સાઇકલ સાથે અથડાવી હતી. જેમાં તેમના નાનાભાઈ તથા ભત્રીજાને ગંભીર ઈજા પહોંચી હતી અને તેમને નાની મોટી હાથમાં ઇજા થઈ હતી. તેમના નાના ભાઇને ગંભીર ઇજા થયેલ હોવાથી રાજકોટ હોસ્પિટલમાં સારવારમાં લઇ જતા ફરજ પરના ડોકટરે તપાસી મૃત જાહેર કર્યો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર એ.વી.સરવૈયા વધુ તપાસ કરી રહ્યા છે.