નાના ભંડારીયા ગામે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૯ મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સરપંચ, ઉપસરપંચ સહિત સાથે ગામના યુવાનો, સુરતથી આવેલા વતનીઓએ ગૌરવપૂર્ણ રીતે લોખંડી પુરુષ સરદાર સાહેબને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. “જય સરદાર” નારા સાથે “ભારત માતા કી જય” બોલાવીને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ઉજવાયો હતો. આ પ્રસંગે સરપંચ ભારતીબેન એન. ત્રાપસીયા, ઉપસરપંચ ઘનશ્યામભાઈ દેવાણી, અશોકભાઈ દેવાણી અને સુરતવાસી વતનીઓ ઉપસ્થિત રહ્યા હતા.