શિયાળાની જમાવટની સાથે જિલ્લામાં તસ્કરો પણ સક્રિય થયા છે. નાના ભંડારીયા ગામે તસ્કરોએ પૂજારીના ઘરને નિશાન બનાવી ૨૮,૬૦૦ રૂપિયાની માલમત્તા લઈ અંધારામાં ઓગળી ગયા હતા. બનાવ અંગે ગામમાં રહેતા અને સેવા પૂજા કરતાં ભોળાગીરી આણંદગીરી ગોસાઈ (ઉ.વ.૪૪)એ અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ પાંચેક દિવસ પહેલા તેમના મકાનમાં અજાણ્યા ઇસમે પ્રવેશ કરી ગોદડામા તેમજ પતરાની પેટીમા રાખેલ રૂ.૧૦,૦૦૦, ત્રણ મણ ચોખા,પાંચ મણ ઘંઉ, વાસણ તેલનો ડબો તથા તેમના માતાના ઘરેથી રોકડા રૂ.૧૨,૦૦૦, ઘીની બરણી મળી કુલ રૂ.૨૮,૬૦૦ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર એ.જી.ગોહિલ વધુ તપાસ કરી રહ્યા છે.