અમરેલીના નાના ભંડારીયા ગામે આખલાના ત્રાસથી ગ્રામજનો તથા ખેડૂતોમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે. આખલાએ ગત મોડી રાત્રે વાડીએ બાંધેલ બળદ પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. આખલાના ત્રાસથી ખેડૂતો વાડીએ જતા ડરે છે.
ખેડૂતોને વાડીએ બળદગાડુ લઇને જવું હોય ત્યારે પણ ભયના ઓથાર હેઠળ રહેવું પડે છે. આખલો લોકોની પાછળ દોડી ઢીંકે ચડાવતો હોય, ગ્રામજનો ઘરમાંથી બહાર નીકળતા ડર અનુભવી રહ્યા છે.