નાના ભંડારીયા ગામના સીમાડે જય શ્રી સૂર્યમુખી હનુમાનજી દાદા આશ્રમમાં નૂતન મંદિરમાં દાદાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉત્સાહથી ઉજવાયો હતો. આ આયોજનના મુખ્ય કાર્યકર્તા સરપંચના પ્રતિનિધિ નરેશ ત્રાપસિયાએ જણાવેલ છે કે, પંચકુડી મહાયજ્ઞ અને હનુમાનજી દાદાની ભવ્ય નગરયાત્રા વાજતેગાજતે રાસ-કીર્તન સાથે ગામમાં ફરી હતી. લોકોએ દાદાના વધામણા કર્યા હતા. દાદાને બપોરે ૧૨ઃ૩૯ કલાકે નીજ મંદિરમાં બિરાજમાન કરી ભક્તજનો માટે મહાપ્રસાદ સાથે સંતવાણી ભવ્ય લોકડાયરાનું આયોજન કર્યું હતું.