સાવરકુંડલાના નાના જીંજુડા ગામે કલાડીયા પરિવારના માતાજીના મઢમાંથી સિંહાસન, છત્તર, દાનપેટીમાં રહેલા રોકડા મળી કુલ રૂ. ૧,૭૫,૦૦૦ની ચોરી થઈ હતી, બનાવ અંગે શંભુભાઈ મોહનભાઈ પાટડીયા (ઉ.વ.૬૦)એ અજાણ્યા ચોર ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના પાટડીયા પરિવારના માતાજીના મઢ તથા બાજુમાં આવેલા કલાડીયા પરિવારના માતાજીના મઢમાં રાત્રીના સમયે ત્રાટકેલો અજાણ્યો ચોર ઇસમ ચાંદીનું સિંહાસન, ચાંદીના ફળા, ચાંદીના છત્તર તથા સોનાના છત્તર, સોનાની બુટ્ટી તથા સ્ટીલની દાનપેટીમાં રહેલા રોકડા રૂપિયા મળી આશરે કુલ ૧,૭૫,૦૦૦ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.એલ.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.