અમરેલીના નાના આંકડીયા ગામેથી પોલીસે કતલખાને ધકેલાતી બે ભેંસોને બચાવી હતી. રાજકોટમાં રહેતો સાહિલભાઈ યુસુફભાઈ ભાડુલા (ઉ.વ.૨૪)ને બોલેરોમાં બે ભેંસોને કતલખાને લઇ જતાં ઝડપી લીધા હતા. ભેંસોને બોલેરોમાં કોઈપણ પ્રકારના ઘાંસચારા, પાણીની સગવડ વગર ખીચોખીચ ભરી હતી. પોલીસે ભેંસોની કિંમત ૪૦ હજાર ગણી બોલેરો સહિત ૨.૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.આર.મહેતા વધુ તપાસ કરી રહ્યા છે.