CT4693.tif

નાદિરશાહનો પિતા ટોપીઓ સીવવાનું કામ કરતો. અને નાદિરશાહ જાતે નાનપણમાં કસ્પીયત સાગરને કાંઠે ઘેટા ચારતો હતો. તે જરાક મોટો થયો, ત્યારે ઇરાનના રાજમાં લશ્કરી નોકરીમાં રહ્યો. ધીરે ધીરે આગળ વધતા એ સેનાપતિ થયો. ઇરાનનાં રાજાને રાજગાદીએથી ઉઠાડી પોતાની ધાકથી એ ગાદીએ ચડી બેઠો પછી અફઘાનિસ્તાન જઈ તેને ઇરાન જેમ ગાદી ન આપતા પોતે ત્યાનોય રાજા થયો.
પછી તેણે દિલ્હીના બાદશાહ મહમદશાહ પાસે એલચીને મોકલ્યો ત્યાં ઔરગઝેબના મૃત્યું પછી બારેક વર્ષે ઇ.સ.૧૭૧૯માં મહમદશાહે ગાદી સંભાળી મહમદશાહે તેનું અપમાન કરવા નાદિરશાહના વડવાઓ કોણ હતા? તે વાત જાહેરમાં કાઢી અને તેવા માણસના છોકરા રાજા તરીકે ન ચાલે હવે નાદિરશાહ ક્રોધે ભરાયા ેને ખબર આપી કે ‘તમે જજિયા વેરો લેતા નથી ઉલટાના કાફીરોને ચોથ આપો છો. માટે તમને સજા કરવા આવુ છું.’
નાદિર મોટું લશ્કર લઇને દિલ્હી આવ્યો એણે મહમદશાહને હરાવીને શહેર કબ્જે કર્યું. જમના નદી કાઠે પડાવ નાખ્યો. દિલ્હીવાળા સહન ન થતા એમણે નાદિરના સિપાઇઓને મારી નાખ્યા. એ જાઇને નાદિરશાહ ક્રોધે ભરાયો ને એણે શહેરમાં આતંક ફેલાવી દીધો કતલ ચલાવી આવુ ભયંકર પગલું જાઇને મહમદશાહ જાઇ ન શક્યો. એ નાદિરશાહ પાસે ગયો પગે પડયો રડતા રડતા બોલ્યો “મને મારો પણ મારી રૈયતને ન મારો ત્યારે નાદિરશાહનું દિલ પીગળ્યું. એણે ઘોર કૃત્ય બંધ રાખાવ્યું તેના બદલે નાદિરશાહે મહમદશાહ પાસેથી જેટલી લેવાય એટલી ધન સંપતિ લીધી. આ પ્રમાણે શહેરને પાયમાલ કરી અંતે મહમદશાહને ગાદીએ બેસાડી રાજમુકુટ પહેરાવ્યો. અને પોતે લાવ લશ્કર સાથે પાછો ફર્યો. એમ કહેવાયું હતું કે પોતે મહમદશાહ પાસેથી એટલું બધુ ં ધન લાવ્યો હતો એનું શું કરવું, ત્યારે એણે પોતાની રૈયત પાસેથી એક વર્ષ સુધી કોઇ પ્રકારનો કર લીધો નહીં તેમજ એના સિપાઇઓને ત્રણ ત્રણ પગાર ભેટ પેટે આપેલ. ઇરાનમાં આવીને એનો સ્વભાવ બગડી ગયો એ ક્રોધી બની ગયો. ત્યારે એક સિપાઇએ જ નાદિરશાહને મારી નાખ્યો. પછી તેનો અફઘાનિસ્તાનનો સુબો અહમદશાહ અબદલી ત્યાંનો રાજા થઇ બેઠો હતો.
(આપણા દેશની ઐતિહાસિક
વાતોમાંથી))