નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશની સૌથી શÂક્તશાળી મહિલા છે. જ્યારે રિલાયન્સ ફાઉન્ડેશનની સંસ્થાપક તથા ચેરપર્સન નીતા અંબાણી બીજો નંબર પર છે. ફોર્ચ્યૂન ઈન્ડિયા તરફથી જોરી ભારતની ૫૦ સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં આ ખુલાસો થયો છે. આ યાદીમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથન ત્રીજો નંબર પર છે. તો બાયોકોનની કાર્યકારી ચેરમેન કિરણ મજૂમદાર ચોથા અને ભારત બાયોટેકની સહ સંસ્થાપક તથા સંયુક્ત પ્રબંધ નિર્દેશક સુચિત્રા ઈલા ૫માં નંબર પર છે.
ફોર્ચ્યૂને સીતારમણ અંગે કહ્યું કે તે માર્ચ ૨૦૨૦માં લોકડાઉન લાગૂ થયાના ૩૬ કલાકમાં પ્રેસ કોન્ફ્રેન્સ કરનારી પહેલી કેન્દ્રીય મંત્રી છે. તે સમયે પૂરો દેશ કોરોનાને પહોંચી વળવા અને અર્થવ્યવસ્થા સુધાર સંબંધી સરકારી યોજનાઓ અંગે જોણવા માંગતો હતો. તે સમયે તેમણે પોતાની નાણામંત્રીની જવાબદારી સમજી તેને સારી રીતે નિભાવી.
નીતા અંબાણી અંગે કહેવામાં આવ્યું છે કે એપ્રિલ ૨૦૨૦માં લોકડાઉન દરમિયાન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલની મેનેજિંગ ટીમની સાથે બેસીને જોણ્યું કે ગરીબ કેટલો અસરગ્રસ્ત થશે. આ બાદ તેમણે મુંબઈમાં બીએમસીની સાથે મળીને ટીમ બનાવી જેને ૫૦ બેડની કોરોના હોસ્પિટલ બનાવવાની જવાબદારી હતી. એ બાદ તેની ક્ષમતા વધારીને ૨ ૦૦૦ બેડ કરી દેવામાં આવી. ઓક્સીજન સપ્લાય પણ વધાર્યો અને સારવાર પણ ફ્રીમાં કરી હતી.
ટોપ ૧૦માં જે મહિલાઓના નામ છે તેમાં ૬ . અરુંધતિ ભટ્ટાચાર્યા ચેરપર્સન, સેલ્સફોર્સ ઈન્ડિયા,૭. ગીતા ગોપીનાથ મુખ્ય અર્થશા†ી, આઈએમએફ,૮. ટેસી થોમસ મહાનિર્દેશક, એયરોનોટિક્સ સિસ્ટમ્સ, ડીઆરડીઓ,૯. રેખા એમ મેનન, ચેરપર્સન, એક્સેન્ચર ઈન્ડિયા,૧૦. રેડ્ડી સિસ્ટર્સ એપોલો હોસ્પિટલ્સનો સમાવેશ થાય છે
રિપોર્ટ મુજબ રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેલની નિર્દેશક ઈશા અંબાણી સૌથી નાની ઉંમરની સૌથી શક્તિશાળી મહિલા છે. તેમની ઉંમર ૩૦ વર્ષ છે. આ મામલામાં બાયજૂની સહ- સંસ્થાપક દિવ્યા ગોકુલનાથ (૩૫), બીજો નંબર પર છે. અભિનેત્રી પ્રિયંકા ચોપડા જોનસ(૩૯) ત્રીજો નંબર પર છે.
એમેઝોન પ્રાઈમ વીડિયો હેડ ઓફ ઈન્ડિયા ઓરિજનલ્સ અર્પણા પુરોહિત (૪૨) અને મેટ્રોપોલિસ હેલ્થકેરની પ્રવર્તક અમીરા શાહ (૪૨), ચોથી સૌથી ઓછી ઉંમરની શÂક્તશાળી મહિલાઓ છે. જૂમ વીડિયો કોમ્યુનિકેશનની સીઓઓ અર્પણા બાવા(૪૩) ૫માં સ્થાન પર છે.