નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ માસિક આર્થિક સમીક્ષા અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ (નાણાકીય વર્ષ ૨૬) માટે ભારતીય અર્થતંત્ર માટે વૃદ્ધિનો અંદાજ અત્યંત મજબૂત રહે છે. આ મજબૂત ગતિ મુખ્યત્વે મજબૂત સ્થાનિક માંગ, નિયંત્રિત ફુગાવો અને માળખાકીય સુધારાઓની સકારાત્મક અસર દ્વારા પ્રેરિત છે, જે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે દેશના અર્થતંત્રને ટકાઉ બનાવી રહ્યા છે. અહેવાલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે કે વૈશ્વિક આર્થિક અને વેપાર નીતિની અનિશ્ચિતતા હોવા છતાં, ભારતીય અર્થતંત્રે નાણાકીય વર્ષ ૨૬ ના બીજા ક્વાર્ટરમાં નોંધપાત્ર ગતિ મેળવી છે.સમાચાર અનુસાર, આ સિદ્ધિ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે તે એવા સમયે આવી છે જ્યારે અમેરિકાએ ઓગસ્ટમાં ભારત પર વધારાના ટેરિફ લાદ્યા હતા. ઉચ્ચ-આવર્તન સૂચકાંકોએ પુરવઠા તરફ સતત હકારાત્મક વલણો દર્શાવ્યા છે, જ્યારે તહેવારોની મોસમ અને જીએસટી સુધારા દરમિયાન સકારાત્મક લાગણીઓને કારણે માંગની સ્થિતિમાં સતત સુધારો થઈ રહ્યો છે.ભારતના મજબૂત મૂળભૂત સિદ્ધાંતો અને કામગીરીને ધ્યાનમાં રાખીને, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને આરબીઆઇએ પણ તેમના વિકાસ દરના અંદાજા વધાર્યા છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે તેનો અંદાજ ૬.૪% થી વધારીને ૬.૬% કર્યો છે, જ્યારે ભારતીય રિઝર્વ બેંકે તેનો અંદાજ ૬.૫% થી વધારીને ૬.૮% કર્યો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે મજબૂત સેવાઓની નિકાસે માલ વેપાર ખાધને સફળતાપૂર્વક સરભર કરી છે, જેનાથી ભારતના એકંદર વેપાર પ્રદર્શન મજબૂત રહ્યા છે. વધુમાં, સપ્ટેમ્બર ૨૦૨૫ માટેના માલ વેપાર ડેટાએ નિકાસ સ્થળોના વૈવિધ્યકરણના પ્રારંભિક સંકેતો દર્શાવ્યા છે.આ અહેવાલમાં કુલ વિદેશી સીધા રોકાણના પ્રવાહમાં વધારો થયો છે, જે પુષ્ટિ કરે છે કે ભારત વૈશ્વિક રોકાણ માટે એક આકર્ષક સ્થળ છે.જીએસટી દરોને તર્કસંગત બનાવવા જેવા તાજેતરના નીતિગત પગલાં ફુગાવાને રોકવા અને વપરાશ માંગને ટેકો આપવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિએ તેની તાજેતરની બેઠકમાં તટસ્થ વલણ જાળવી રાખ્યું હતું, નીતિ રેપો રેટ ૫.૫% પર યથાવત રાખ્યો હતો. સૌથી અગત્યનું,એમપીસીએ નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે સરેરાશ હેડલાઇન ફુગાવાનો અંદાજ ૩.૭% (જૂન ૨૦૨૫ માં) અને ૩.૧% (ઓગસ્ટ ૨૦૨૫ માં સુધારેલ) થી ઘટાડીને ૨.૬% કર્યો છે, જે ભાવ સ્થીરતા દર્શાવે છે. મુખ્ય ફુગાવો (ખાદ્ય અને બળતણ સિવાય) પણ નાણાકીય વર્ષ ૨૦૨૭ ના પ્રથમ ત્રિમાસિક ગાળા સુધી નીચો રહેવાનો અંદાજ છે.ખરીફ વાવણી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે, જેમાં અનાજ અને કઠોળના વાવેતરમાં સારો વધારો થયો છે. ભારે હવામાન પરિસ્થિતિઓને કારણે કેટલાક પાકને નુકસાન થયું હોવા છતાં, એકંદર ખાદ્યાન્ન ઉત્પાદન માટેનો અંદાજ સકારાત્મક છે, જે ગ્રામીણ આવક અને બજાર સ્થીરતાને મજબૂત બનાવશે. બેંક ધિરાણ વૃદ્ધિમાં થોડી મંદી હોવા છતાં, વાણિજ્યીક ક્ષેત્રમાં એકંદર નાણાકીય સંસાધનોનો પ્રવાહ વધ્યો છે, કારણ કે બિન-બેંક †ોતોમાંથી ભંડોળ વધી રહ્યું છે, જે બેંક ધિરાણમાં અછતને અસરકારક રીતે સરભર કરે છે.મંત્રાલયે જણાવ્યું હતું કે નીચા જીએસટી દર ગ્રાહકો અને વ્યવસાયો પર કરનો બોજ ઘટાડીને માંગને વેગ આપશે, જે રોકાણ, વપરાશ અને રોજગાર સર્જનને વધુ મજબૂત બનાવશે. ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રોમાં મજબૂત પ્રદર્શન અને સ્થીર શ્રમ બજાર સ્થાનિક માંગને વધુ વેગ આપશે.









































