વડિયાના નાજાપુર ગામે સાસરિયામાં બારમાની વિધિમાં આવેલા યુવકને ઢીકાપાટુનો માર માર્યો હતો. બનાવ અંગે જેતપુર જિલ્લાના ચારણ સમઢીયાળા ગામના શૈલેષભાઈ વાલજીભાઈ આઠુ (ઉ.વ.૩૧)એ અમીતભાઈ વાલજીભાઈ રાઠોડ, એક મહિલા અને કનુભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ તેમના સાસરિયામાં મરણ થયું હોવાથી બારમાની વિધિમાં નાજાપુર ગામે આવ્યા હતા. વિધિ પતાવી પોતે તથા તેમના પત્ની સંગીતાબેન તથા તેમના બા મધુબેન ત્રણેય મો.સા. ઉપર બેસી ઘરે જવા નીકળેલ તે વખતે તેમના પત્ની મોટર સાયકલ પરથી પડી જતા ત્રણેય આરોપીઓ દોડી આવ્યા હતા અને ગાળો આપવા લાગ્યા હતા. તેમને બડીયાનો ઘા માથાના ભાગે માર્યા હતા.ઉપરાંત ઢીકાપાટુનો માર માર્યો હતો. વડિયા પોલીસ સ્ટેશનના એએસઆઈ પી.ડી.કલસરીયા વધુ તપાસ કરી રહ્યા છે.