જાફરાબાદ તાલુકાના નાગેશ્રી પોલીસલાઇન ખાતે નાગેશ્વર મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આ પ્રતિષ્ઠા મહોત્સવમાં અમરેલી જિલ્લા પોલીસ વડા સહિત ડી.વાય.એસ.પી. અને પી.આઇ. સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતાં. જિલ્લા પોલીસ વડાએ નાગેશ્વર મંદિરમાં શિવલીંગની સ્થાપના કર્યા બાદ મહાઆરતીમાં ભાગ લીધો હતો. પ્રતિષ્ઠા મહોત્સવની વિધિ વિલાસભાઇ દિક્ષીત દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દીલુભાઇ વરૂ, ભરતભાઇ વરૂ, નજુભાઈ વરૂ, પ્રવિણભાઇ વરૂ, કનુભાઇ વરૂ, ભાવેશભાઇ વાળા, નરેન્દ્રભાઇ વરૂ, અલ્કુભાઇ વરૂ, દીલુભાઇ ધાખડા સહિતના આગેવાનો હાજર રહ્યાં હતાં.