જાફરાબાદના નાગેશ્રીમાં સરપંચ પદ માટે પાંચ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં યુવા અગ્રણી નરેન્દ્રભાઇ વરૂનો ઐતિહાસિક વિજય થયો છે. તેમને ૧૪૩૯ મત મળ્યા હતા. આ જીતને ગામ લોકોએ વધાવી હતી. નવનિયુક્ત સરપંચ નરેન્દ્રભાઇ વરૂએ આગામી દિવસોમાં ગ્રામજનોના પડતર પ્રશ્નો અને વિકાસ કામો સૌ સાથે મળીને કરીશું તેવી ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણ, હોÂસ્પટલ, ટેકનોલોજી, સ્ટ્રીટ લાઇટ, સ્મશાન, રિનોવેશન, રોડ-રસ્તા, સીસીટીવી સર્વેલન્સ, મીઠુ પાણી, સરકારી તમામ યોજનાઓનો લાભ ગામને મળે તે સહિતના સેવાકાર્યો ગામમાં કરવાના છે. અમારી ટીમ ગામના વિકાસ માટે કામ કરશે. ચૂંટણીના વેરઝેરને ગામમાં પ્રવેશ કરવા નહીં દઇએ તેવું નરેન્દ્રભાઇ વરૂએ વધુમાં જણાવ્યું હતું.