જાફરાબાદના નાગેશ્રીના ઘુના પાડી વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ તેના પતિ તથા સાસુ સામે જ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ હતી. આ અંગે દયાબેન હિંમતભાઈ પરમાર (ઉ.વ.૨૯)એ પતિ હિંમતભાઈ નાનજીભાઈ પરમાર તથા સાસુ મંજુબેન નાનજીભાઈ પરમાર સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના સસરા ફોનમાં તેમની નાની બહેન સાથે વાત કરતા હતા અને કહ્યું કે તું આંટો મારવા ઘરે આવ. જેથી તેમના પતિ અને સાસુને સારું નહોતું લાગ્યું અને તેમને જેમ ફાવે તેમ ગાળો આપી મુંઢમાર માર્યો હતો. નાગેશ્રી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી.એન.પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.