જાફરાબાદના નાગેશ્રીમાં એક પરિણીતાને ગામના યુવકે છેડતી કરી હતી. મહિલા તરફ ગંદા ઈશારા કરીને માલ સારો છે તેમ કહી ગાળો આપી હતી. આ અંગે મહિલાના પુત્રો તેમને ઠપકો આપવાં જતાં તેમને ફટકાર્યા હતા. બનાવ અંગે મહિલાના પુત્ર રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ જેઠાભાઈ જોગદીયા (ઉ.વ.૩૦)એ લાલાભાઇ વસાભાઇ ગમારા તથા પોપટભાઇ વસાભાઇ ગમારા સામે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ તેમના માતા બે દિવસ પહેલા રાત્રે સાડા નવ વાગે ઘરની બાજુની શેરીમાં દૂધ લેવા જતા હતા ત્યારે આરોપીઓ ત્યાં ઉભા હતા અને તેમની માતા નીકળતા બંનેએ ખરાબ ઈશારા કર્યા હતા.
ઉપરાંત માલ સારો લાગે છે તેમ કહ્યું હતું. જેથી તેમના માતાએ શું બોલો છો તેમ કહેતા ગાળો આપવા લાગ્યા હતા. તે સમયે તેમના માતા ઘરે આવતા રહ્યા હતા અને બનાવની વાત કરી હતી. જેથી રાજેશભાઈ તથા તેમના ભાઈ બંને જણાને ઠપકો ગયા હતા.જ્યાં તેમની પર લાકડી અને છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ સમયે તેમના માતા-પિતા આવી જતાં તેને પણ ફટકારીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. અમરેલી એસ.સી.-એસ.ટી. સેલના નાયબ પોલીસ અધીક્ષક આર.ડી.ઓઝા વધુ તપાસ કરી રહ્યા છે.