ખાંભા તાલુકાના નાના બારમણમાં રહેતો એક યુવક પોતાનું બાઇક લઇને બાળકને બેસાડી નાગેશ્રીથી પોતાના ઘર તરફ જઇ રહ્યો હતો ત્યારે કાર ચાલકે અકસ્માત સર્જતા બાળકનું મોત નિપજયું હતુંં. જયારે યુવકને ઇજા પહોંચી હતી. નાના બારમણમાં રહેતા અનીલભાઇ અરજણભાઇ પરમારે નાગેશ્રી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેનો નવ વર્ષનો પુત્ર મેહુલ તેમજ ભાઇ અશ્વિનભાઇ બાઇક લઇને નાગેશ્રીથી બારમણ ઘરે જઇ રહ્યાં હતા ત્યારે નાગેશ્રી ગામે પુલ ચડતા ઉના તરફથી આવી રહેલ કાર નંબર જીજે ૦૭ ડીએફ ૦૨૧૬ના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં બંને બાઇક પરથી ફંગોળાઇ ગયા હતા.