નાગેશ્રી ખાતે કન્યા શાળામાં શ્રી મહેતા હોસ્પિટલના સહયોગથી આંખના રોગના નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન થયું હતું, જેમાં ૫૦૫ દર્દીઓએ લાભ લીધો હતા. આ કેમ્પમાં તમામ દર્દીઓને દવા, ટ્યૂબ, ટીપા ફ્રીમાં આપવામાં આવ્યા હતા. ગામના સરપંચ નરેન્દ્રભાઈ વરૂ, ઉપસરપંચ અને ગ્રામ પંચાયત સદસ્યો અને ગ્રામ્ય આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. સરપંચ નરેન્દ્રભાઈ વરૂએ મહેતા
હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો. અત્રે એવું પણ સરપંચે જણાવ્યું હતું કે આંખના મોતિયો, વેલ કે અન્ય આંખ સંબંધિત ઓપરેશન મફતમાં કરી આપવામાં આવશે.