કોંગ્રેસ દ્વારા રચાયેલ એક તથ્યાન્વેષી ટીમે દાવો કર્યો છે કે નાગાલેન્ડમાં આ મહીનાની શરૂઆતમાં સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલ ગોળીબારમાં ૧૪ નાગરિકોના મોતની પાછળ ગુપ્ત વિભાગની નિષ્ફળતાં કારણ હતું.

પૂર્વ કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર પ્રસાદ,સાંસદ ગૌરવ ગોગોઇ અને એન્ટોની અને પૂર્વ સાંસદ અજય કુમારની ટીમે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પોતાનો રિપોર્ટ સોંપ્યો છે.નાગાલેન્ડના પાર્ટીના પ્રભારી અજયકુમારે અહીં જારી એક નિવેદનમાં કહ્યું કે ધટનાના કારણોની તપાસ માટે ગાંધીના નિર્દેશ પર ટીમની રચના કરવામાં આવી હતી

રિપોર્ટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર આરોપ લગાવ્યો છે કે તેમણે આ ઘટના પર સંસદના પટલ પર ખોટું બોલ્યા છે અને તેમને સવાલ કર્યો કે તે ઘટના સ્થળની મુલાકાતે કેમ ગયા નહીં શાહે ગૃહને બતાવ્યું હતું કે એક વાહનને અટકવાનો ઇશારો કરવામાં આવ્યો હતો પરંતુ તેણે ઝડપથી ભાગવાનો પ્રયાસ કર્યો અને વાહનમાં ચરમપંથીઓની હાજરી હોવાની શંકા પર સુરક્ષા દળોએ ગોળીબાર કર્યો

કોંગ્રેસની એક ટીમ નવ ડિસેમ્બરે ઘટના સ્થળના પ્રવાસે જવા માટે દિલ્હીથી રવાના થઇ હતી પરંતુ જારહાટ વિમાની મથકે તેમને અટકાવી દેવામાં આવ્યા હતાં જા ભારે વિરોધ બાદ ડિબ્રુગઢ હોસ્પિટલમાં સારવાર કરી રહેલ ધાયલોને મળવાની મંજુરી આપવામાં આવી હતી.

તેમાં દાવો કરવામાં આવ્યો છે.ઇજા પામેલાઓએ કોંગ્રેસના પ્રતિનિધિમંડળની સામે ચોંકાવનારા ખુલાસા કર્યા છે જેથી સ્પષ્ટ સંકેત મળે છે કે ગૃહમંત્રીએ ખોટી માહિતી આપી હતી પોલીસ અનુસાર નાગાલેન્ડની મૌન જીલ્લામાં સુરક્ષા દળોએ નાગરિકો પર ગોળીબાર કર્યો હતો જેમાં ૧૪ના મોત નિપજયા હતાં અને ૧૧ને ઇજા થઇ હતી જેમાંથી પહેલો ખોટો ઓળખનો મામલો હતો ત્યારબાદ થયેલ તોફાનોમાં એક સૈનિકનું પણ મોત થયું હતું.