સ્વામી અવિમુક્તેશ્વરાનંદ દ્વારા માતા ગાયને બચાવવા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. નાગાલેન્ડમાં તેને આંચકો લાગ્યો છે. દીમાપુરથી આવતા સમાચારો વિશે વાત કરતા, ‘ગૌ ધ્વજ સ્થાન ભારત યાત્રા’ માટે નાગાલેન્ડ પહોંચેલા સંત અને અન્ય ૫ લોકોને રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે પાછા ફરવાનું કહેવામાં આવ્યું હતું. અધિકારીઓએ આ માહિતી આપી હતી. વહીવટી અધિકારીઓએ જણાવ્યું કે જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અન્ય ૫ લોકો સાથે ગુરુવારે દીમાપુર પહોંચ્યા, જા કે તેમને પાછા ફરવું પડ્યું.
શંકરાચાર્યને ‘ગૌ ધ્વજ સ્થાપના ભારત યાત્રા’ કાઢવાની હતી, જેનો ઉદ્દેશ્ય ગાયને રાષ્ટÙની માતા જાહેર કરવાની અને ગૌહત્યા પર પ્રતિબંધ મૂકવા માટે કેન્દ્રીય કાયદો બનાવવાની માગણી સાથે આંદોલન શરૂ કરવાનો હતો. જા કે, એક અધિકારીએ જણાવ્યું કે દીમાપુર એરપોર્ટ પર પહોંચ્યા પછી, રાજ્ય સરકારના આદેશને કારણે તેમને (શંકરાચાર્ય) એરપોર્ટની બહાર નીકળતા અટકાવવામાં આવ્યા હતા.
ચુમૌકેદિમા જિલ્લાના ડેપ્યુટી કમિશનર પોલન જ્હોને જણાવ્યું હતું કે, “રાજ્ય સરકારના આદેશ મુજબ, સ્વામી અને અન્ય લોકોને એરપોર્ટ છોડવાની મંજૂરી આપવામાં આવી ન હતી. ડેપ્યુટી કમિશનરે તેમને (સંતો) રાજ્ય સરકારના નિર્ણય વિશે જણાવ્યું, જેમાં ‘ગૌ ધ્વજ યાત્રા’ને મંજૂરી નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૌહત્યા પર પ્રતિબંધને પ્રોત્સાહન આપવા માટે ‘ગૌ ધ્વજ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું.
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ ૨૨ સપ્ટેમ્બરે અયોધ્યાથી ગાય ધ્વજ સ્થાપના ભારત યાત્રાની શરૂઆત કરી હતી. ભારત પ્રવાસમાં દેશવ્યાપી ગાય ધ્વજ સ્થાપન અંગે સ્વામીએ કહ્યું કે અમે દેશમાં ગાયોના અનાદરથી ચિંતિત છીએ. ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે, પરંતુ લોકો થોડા સ્વાર્થ માટે બીજાની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. અમે ઈચ્છીએ છીએ કે લોકો આ ગાય ધ્વજ સ્થાપના ભારત યાત્રામાં જાડાય અને પૂજનીય માતા ગાયને ગર્વ અને આદર આપે. પ્રાચીન સમયથી ભારતીય સંસ્કૃતિમાં ગાયને પૂજનીય માનવામાં આવે છે. તેમની સાથે અનેક માન્યતાઓ અને આસ્થા જાડાયેલી છે.