ખેડુતોના આંદોલનનના ૧૪ મહિના પછી કેન્દ્ર સરકારે ૩ કૃષિ કાયદાને રદ કરવાનો નિર્ણય લીધા પછી હવે નાગરિકતા સુધારા કાયદાને પણ હવે રદ કરવાની માંગ ઉઠી છે.લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નક્વીએ કહ્યું હતું કે નાગરિકતા સુધારા કાયદા પર સાંપ્રદાયિક રાજકારણ શરૂ થયું છે.
કેટલાંક લોકો તેને રદ કરવાની માંગ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ કાયદો નાગરિકતા છીનવી લેવા માટે નથી, પરંતુ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના હિંદુઓ, શીખો અને અન્ય લઘુમતીઓને નાગરિકતા આપવા માટેનો છે. નકવીએ કહ્યુ કે કેટલાંક લોકો તો આર્ટિકલ ૩૭૦ને પણ પુન સ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે. પ્રમુખ મુસ્લિમ સંગઠને સીએએ રદ કરવાની માંગ કરી છે.
ઉત્તર પ્રદેશના રામપુરમાં એક સમૂહ લગ્નમાં હાજરી આપવા આવેલા મુખ્તાર અબ્બાસે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથના કાર્યકાળમાં કટ, કમિશન અને કરપ્શનનની વિરાસતને ખતમ કરી દેવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કેટલાંક લોકોએ આર્ટિકલ ૩૭૦ને પુન સ્થાપિત કરવાની પણ માંગ કરી છે. પરંતુ આર્ટિકલ ૩૭૦ સમાપ્ત થવાને કારણે જમ્મૂ-કશ્મીર તથા લદાખમાં ૩૭૦થી વધારે સમસ્યાઓનું સમાધાન થયું છે અને લોકો વિકાસની મુખ્ય ધારામાં જોડાઇ રહ્યા છે.
આ સાથે તેમણે ભારતમાં મુસ્લિમમોને નિશાન બનાવવાના આરોપોના અહેવાલો પર પાકિસ્તાનની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે આ એક આશ્ચર્યજનક વાત છે કે પાકિસ્તાન, ભારતને લઘુમતીઓના અધિકારો માટે ભાષણ આપી રહ્યું છે. વિડંબના એ છે કે ભારતના કેટલાંક રાજકીય પક્ષો દેશની સર્વ સમાવેશક સંસ્કૃતિને બદનામ કરવાના ષડયંત્રમાં પાકિસ્તાનનું સમર્થન કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં હિંદુઓ અને શીખોના અનેક ધર્મસ્થાનોને તોડી પાડવામાં આવ્યા, જયારે ભારતમાં લગભગ ૩ લાખ ધાર્મિક સ્થળો છે. નકવીએ કહ્યું કે ભારતના વિકાસમાં લઘુમતીઓની સરખી ભાગીદારી છે. બધા જોણે છે ક લઘુમતીઓ માટે ભારત દુનિયામાં સર્વશ્રેષ્ઠ અને સુરક્ષિત જગ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કૃષિ કાયદા પરત ખેંચવાની જોહેરાત પછી જમીયક ઉલેમા-એ હિંદે CAA … પરત ખેંચવાની માગ કરી છે. બહુજન સમાજ પાર્ટીના સાંસદ દાનિશ અલીએ પણ સીએએ રદ કરવાની માંગ કરી છે.