આપણે ત્યાં અવારનવાર સ્વમાનને નાક સાથે જાડી દેવામાં આવતું હોય છે, પણ વિનોદકુમાર ચૌધરી નામના ૪૪ વર્ષના ભાઈને નાકને કારણે જ આંતરરાષ્ટિય સ્તરે માન મળ્યું છે. વિનોદકુમારે નાક વડે સૌથી ઝડપથી કમ્પ્યુટરના કી-બોર્ડ પર ટાઇપિંગ કરવાનો વર્લ્ડ રેકાર્ડ નોંધાવ્યો છે. તેમણે માત્ર ૨૫.૬૬ સેકન્ડમાં અંગ્રેજી આલ્ફાબેટના એથી લઈને ઝેડ સુધીના અક્ષર ટાઇપ કર્યા હતા, એ પણ દરેક અક્ષરની વચ્ચે સ્પેસ સાથે.
રસપ્રદ વાત એ છે કે વિનોદકુમારે આ બીજી વખત પોતાનો જ રેકાર્ડ તોડ્યો છે. ૨૦૨૩માં તેમણે ૨૭.૮૦ સેકન્ડમાં આલ્ફાબેટ ટાઇપ કરી રેકાર્ડ સરજ્યો હતો. એ જ વર્ષે તેમણે ૨૬.૭૩ સેન્કડમાં ફરી પોતાનો રેકાર્ડ તોડ્યો હતો. હવે ૨૦૨૪માં તેમણે ૨૫.૬૬ સેકન્ડમાં બીજી વાર પોતાનો રેકાર્ડ તોડ્યો છે. ગિનેસ વર્લ્ડ રેકાર્ડ્સે વિનોદકુમારના લેટેસ્ટ રેકાર્ડને માન્યતા આપી છે..