મહારાષ્ટ્રના અમરાવતી, નાંદેડ અને માલેગાંવમાં ગયા શુક્રવારે સાંપ્રદાયિક તણાવ ફેલાઈ ગયો હતો, ત્યારબાદ પોલીસને કર્ફ્‌યૂ લાગૂ કરવો પડ્યો હતો. આ હિંસાને લઈ કાર્યવાહી કરતા નાસિક ગ્રામીણ પોલીસ અને નાંદેડ જિલ્લા પોલીસે બુધવારે રાત સુધી ૧૧૯ લોકોની ધરપકડ કરી છે.
જે ગયા શુક્રવારે માલેગાંવ અને નાંદેડમાં થયેલી હિંસામાં કથિત રીતે સામેલ હતા. નાંદેડ અને માલેગાંવમાં થોડા કલાકોમાં હિંસા અટકી ગઈ હતી પણ અમરાવતીમાં હિંસા લાંબા સમય સુધી ચાલી, જે કારણે પોલીસને ૧૨ નવેમ્બરથી ૧૭ નવેમ્બર સુધી કર્ફ્‌યૂ લગાવવો પડ્યો. ત્રિપુરામાં મુસ્લિમ સમુદાય વિરૂદ્ધ થયેલી હિંસાની આગમાં મહારાષ્ટ્રના નાંદેડ, અમરાવતી અને માલેગાંવ પણ ચપેટમાં આવી ગયું. આ ત્રણેય જગ્યાઓ પર ગયા અઠવાડિયે સાંપ્રદાયિક તણાવ જોવા મળ્યો.
પોલીસે નાંદેડમાં કથિત આયોજકોની સાથે સાથે દંગા કરનારા વિરૂદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ચાર કેસ દાખલ કર્યા છે અને ૬૭ લોકોની ધરપકડ કરવામાં આવી છે. નાંદેડ પોલીસે જણાવ્યું કે મુસ્લિમ સમુદાયના લગભગ ૧૧ લોકો તે સમયે ઘાયલ થયા હતા, જ્યારે તે પોતાના જ સમુદાયની હિંસક ભીડને રોકવામાં પોલીસની મદદ કરી રહ્યા હતા.
પોલીસની જેમ તે લોકોની પાસે પણ કોઈ સુરક્ષાનો ઉપાય નહતો. જે કારણે હિંસા દરમિયાન થયેલા પથ્થરમારામાં ઈજો પહોંચી છે. નાંદેડ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિસાર તંબોલીએ કહ્યું પથ્થરમારામાં ૮ પોલીસકર્મી ઘાયલ થયા હતા. દંગા કરનારા લોકોએ પથ્થરમારો કરીને ચાર વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું અને એક સ્કુટરને સળગાવી દીધું હતું.ભીડે પથ્થરમારો કરી પોલીસની ૫થી ૬ ગાડીના કાચ તોડી દીધા. આ હિંસામાં ખાનગી સંપતિનું લગભગ ૨ લાખનું નુકસાન થયું છે. ત્યારે પોલીસની સંપતિનું લગભગ ૧ લાખ રૂપિયાનું નુકસાન થયું છે.
નાસિક ગ્રામીણ પોલીસે માલેગાંવમાં થયેલી હિંસાના સંબંધમાં ૫ એફઆઇઆર નોંધવામાં આવી છે અને અલ્પસંખ્યક સમુદાયના ૫૨ લોકોની ધરપકડ કરવામાં આવી છે. માલેગાંવમાં પથ્થરમારામાં ૩ પોલીસ અધિકારી અને ૭ અન્ય લોકો ઘાયલ થયા હતા.
ત્યારે મુસ્લિમ સમુદાયના પોલીસ મિત્ર તરીકે કામ કરનારા એક વ્યક્તિની હત્યા કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો, કારણ કે તેને ભીડને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પીડિતના પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે. પોલીસે કહ્યું કે માલેગાંવમાં રઝા એકેડમીના આરોપીઓ ગુમ છે.