છોટા ઉદેપુરના નસવાડી તાલુકામાં મોટા ઉપાડે સરકારી અનાજની જોહેરાતો કરવા છતાં ૫૦ ટકા સસ્તા અનાજની દુકાનોમાં અનાજનો જથ્થો નથી મળ્યો. જેથી નસવાડી તાલુકાના ગરીબ રેશનકાર્ડ ધારકોને ચૂલા બંધ રહેવા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
મહીનો પૂરો થવા આવ્યો છતાં હજી ૪૨ સસ્તા અનાજની દુકાનોમાં પ્રધાનમંત્રી અન્ન યોજનાનું અનાજ નથી મળ્યું. જેથી રોજ મજૂરી કામ કરતા લોકોને અનાજ લેવા માટે દુકાને વારંવાર ધરમના ધક્કા થઈ રહ્યાં છે.
મસમોટી વાતો કરે છે. પરંતુ સરકાર અનાજના ગોડાઉનો સુધી અનાજનો જથ્થો સમયસર પહોંચાડતી નથી. જેના કારણે જથ્થો સમયસર સસ્તા અનાજની દુકાનો સુધી પહોંચતો નથી. જેથી સસ્તા અનાજના દુકાનનું અનાજ કાળાં બજોરમાં પગ કરી જોય છે. આ અંગે મોટા સ્તરે રજૂઆત થાય તેવી માંગ ઉઠી છે.