પડદા પરની બોલિવૂડની રંગીન દુનિયાથી પણ વધુ રંગીન છે પડદા પાછળની કહાની. પડદા પરની કહાની તો તમે જાતા હશો પરંતુ કેટલી પડદા પાછળની કહાની હોય છે જેના તમે અજાણ છો. આવી જ કેટલીક ચોંકાવનારી ઘટનાઓ દિગ્ગજ અભિનેતા અને અભિનેત્રીઓની પણ છે. બોલીવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર અને પ્રખ્યાત અભિનેત્રી તનુજાની અજાણી વાતો છે જેના જાણીને તમે ચોંકી જશો. ૬૦ અને ૭૦ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી તનુજા અને બોલિવૂડના હી-મેન ધર્મેન્દ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે. બંનેએ સાથે ઘણી ફિલ્મો પણ કરી છે અને લોકોને આ ફિલ્મી જાડી ખુબ પસંદ આવી છે. ચાંદ ઔર સૂરજ, બહારે ફિર આયેગી, ઇઝ્ઝત અને દો ચોર જેવી ફિલ્મોમાં સાથે કામ કરતી વખતે ધર્મેન્દ્ર અને તનુજાના સંબંધો ઘણા સારા બની ગયા હતા. અને આ મિત્રતતા દિવસેને દિવસે વધુ ગાઢ બનતી ગઈ. પરંતુ એક સમયે એવો આવ્યો જ્યારે તનુજાએ ધર્મેન્દ્રને થપ્પડ મારી દિધી. એટલું જ નહીં પણ જાહેરમાં જ બેશરમ પણ કહ્યો હતો. આ વાત ૧૯૬૫ની છે જ્યારે બંને ફિલ્મ ચાંદ ઔર સૂરજનું શૂટિંગ કરી રહ્યા હતા. ચાંદ ઔર સૂરજના શૂટિંગ વખતે ધર્મેન્દ્ર અને તનુજાનું બોÂન્ડિંગ સારું થઈ ગયું હતું. બંને સેટ પર ખૂબ જ મસ્તી કરતા હતા. બંને ઘણો સમય સાથે વિતાવતા હતા. એક સમયે એવો આવ્યો કે ધર્મેન્દ્રએ તનુજાને તેની પત્ની સાથે પણ મળાવી હતી. આવી સ્થિતિમાં એક દિવસ ધર્મેન્દ્રએ તનુજા સાથે ફ્લર્ટ કરવાનો પ્રયાસ કર્યો. બસ આ જ હરકતથી અભિનેત્રી તનુજા ખુબ જ ખુસ્સે થઈ ગઈ. એવું પણ કહેવાય છે કે જ્યારે તનુજા સાથે આવું કર્યું ત્યારે ધર્મેન્દ્ર નશામાં હતો. કહેવાય છે કે ધર્મેન્દ્રએ ફ્લર્ટ કરતા તનુજા ચોંકી ગઈ હતી. એટલી બધી ગુસ્સે થઈ ગઈ કે તેણે ધર્મેન્દ્રને થપ્પડ પણ મારી દીધી હતી. વળી તેણે કહ્યું “બેશરમ! હું તમારી પત્નીને ઓળખું છું અને તારી એટલી હિંમત કે મારી સાથે ફ્લર્ટ કરે છે. આ ઘટનાથી ધર્મેન્દ્રને પાછળથી શરમ આવી અને તેણે અભિનેત્રીની માફી પણ માંગી.