અમરેલી જિલ્લામાંથી પોલીસે વિવિધ સ્થળેથી સાત શરાબીને નશામાં ચૂર થઈને ફરતા ઝડપી પાડ્યા હતા. લીલીયા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાંથી એક યુવક કેફી પીણું પીધેલ હાલતમાં જાહેરમાં બકવાસ કરી ગાળો બોલી છાકટાવેડા કરતો મળી આવ્યો હતો. જાફરાબાદ સામાકાંઠામાંથી બે લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો.









































