નવોદય વિદ્યાલય ગીર સોમનાથના સયુંકત ઉપક્રમે સ્વચ્છ ભારત અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વચ્છતા, સ્વચ્છ જળ,વૃક્ષારોપણ અને શ્રમદાન વગેરે વિષયો પર નવોદય વિદ્યાલયના આશરે ૪૦ જેટલા વિદ્યાર્થીઓ પ્રતિભાગી થયા હતા, સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.