બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે તાજેતરમાં સ્પષ્ટ કર્યું હતું કે રાજય સરકાર કોઇ પણ સ્થિતિમાં શરાબબંધી કાનુન પાછો લેશે નહીં અને તેના માટે કડક પગલા ઉઠાવવાની વાત પણ કહી હતી પરંતુ સરકારે શરાબબંધીને લઇ બેશક કડક કાનુન બનાવ્યા હોય પરંતુ હકીકત તેનાથી એકદમ ઉલટ છે હક્કીતમાં શરાબબંધી છતાં બિહારમાં શરાબ પકડવામાં આવી રહી છે અને લોકો તેનું સેવન પણ કરી રહ્યાં છે.
બિહાર પોલીસે બિહારમાં શરાબબંધીથી જાડાયેલ કાર્યવાહીને લઇ આંકડા જારી કર્યા છે આ આંકડા અનુસાર ફકત નવેમ્બર મહીનામાં અત્યાર સુધી પ્રદેશમાં ૩ લાખ ૨૫ હજાર ૮૭૮ લીટર શરાબ જપ્ત કરવામાં આવી ચુકી છે જયારે ૧૧ હજારથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.આથી હવે એ પ્રશ્ન ઉઠવો વ્યાજબી છે કે બિહારમાં આ કેવી શરાબબંધી છે જયાં આટલા લોકોની ધરપકડ થઇ રહી છે અને હજારો લીટર શરાબ કબજે કરવામાં આવી છે.
પોલીસના આંકડા અનુસાર જે રાજયના ટોચના પાંચ જીલ્લામાં શરાબ કબજે કરવામાં આવી છે તેમાં વૈશાલી,૩૪.૦૦પ લીટર,પટણા ૨૧,૩૮૦ લીટર,સમસ્તીપુર ૨૦,૦૩૬ લીટર,ઔરંગાબાદ ૧૯,૬૦૭ લીટર અને મુઝફફપુરમાં ૧૮,૯૫૫ લીટર દારૂ જપ્ત કરવામાં આવ્યા છે. જયારે ધરપકડ કરવામાં આવેલ ટોચના પાંચ જીલ્લાઓમાં મુઝફફપુર ૧૦૬૮,પટણા ૧૦૪૦,ગોપાલગંજ ૬૨૪,બેતિયા ૪૪૧ અને મોતિહારી ૪૦૪નો સમાવેશ થાય છે.
બિહાર પોલીસના આંકડા અનુસાર પોલીસ કાર્યવાહીમાં ધરપકડ અને શરાબ જપ્તી ઉપરાંત ૯૨૪ બે પૈડાના વાહનો સહિત ૩૧૫ ત્રણ ચાર પૈડાના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે આ સાથે જ ૧૯૮ ધરોનું અધિગ્રહણ પણ કરવામાં આવ્યું છે અને ૩ લાખ ૧૩ હજાર લીટર શરાબ જપ્ત કરી તેને નષ્ટ પણ કરવામાં આવી છે.
બિહારમાં ૨૦૧૬થી જ સંપૂર્ણ શરાબબંધી છે પરંતુ કદાચ જ એવો કોઇ દિવસ પસાર થયો હશે કે શરાબ કબજે કરવામાં આવી ન હોય જાહેર છે કે લોકો ચોરી છુપે તેને પી રહ્યાં છે અને સૌથી મોટી વાત નવેમ્બર મહીનામાં જ ઝેરીલી શરાબની ચપેટમાં આવવાથી ગૌપાલગંજ,પશ્ચિમ ચંપારણ અને બેતિયામાં અનેક લોકોના મોત પણ થયા હતાં.