અમરેલી જિલ્લાના નવી હળિયાદ ગામે તાજેતરમાં ઋષિ પંચમીના પાવન દિવસે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ “વૃક્ષ વાવો અને વૃક્ષનું જતન કરો”ના નિર્ધાર સાથે ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં ગામના આગેવાનો અને ગ્રામજનો રાજુભાઈ ગોધાણી, નિર્મળાબેન ગોધાણી, સરપંચ બાબુભાઈ દુધાત, કરસનભાઈ ભાંગરા, જયંતીભાઈ ડાભી, રવજીભાઈ વઘાસિયા, ભીખુભાઈ સાંગાણી, ગભરુભાઈ દરબાર, વિનુભાઈ લાખાણી, મમતાબેન વસતાણી અને મનીષાબેન રફાળીયા સહિતનાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પીપળા અને ઉમરાના રોપાનું વાવેતર કર્યું હતું.