બગસરાના નવી હળિયાદ ગામની પરિણીતાને સાસરિયાએ કરિયાવર મુદ્દે મેણાટોણા માર્યા હતા તેમજ માનસિક શારીરિક દુઃખત્રાસ આપી દાગીનાની માગણી કરી હતી. ઉપરાંત ઢીકાપાટુનો મુંઢમાર મારીને જાનથી મારવાની ધમકી આપી હતી. ઇશાબેન જયેન્દ્રભાઈ વાઘેલા (ઉ.વ.૨૩)એ રાજકોટમાં રહેતા પતિ જયેન્દ્રભાઇ કરશનભાઇ વાઘેલા, સાસુ ભાનુબેન કરશનભાઇ વાઘેલા, સસરા કરશનભાઇ વાઘેલા, જેઠ જિજ્ઞેશભાઇ કરશનભાઇ વાઘેલા, જેઠાણી જીજ્ઞાશાબેન જિજ્ઞેશભાઇ કરશનભાઇ વાઘેલા તથા જૂનાગઢમાં રહેતા નણંદ ઉશાબેન અને નણંદોયા પિયુષભાઇ ચાવડા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના લગ્ન તા.૧૬/૦૩/૨૦૨૩ ના રોજ જયેન્દ્રભાઈ કરશનભાઈ વાઘેલા સાથે થયા હતા. થોડો સમય તેમને સાસરિયામાં સારી રીતે રાખ્યા બાદ તેમને કરિયાવર બાબતે તથા ખોટી શંકા કરી મેણાટોણા બોલી શારીરિક તથા માનસિક દુઃખ ત્રાસ આપ્યો હતો. તેમજ અવાર-નવાર સોનાના દાગીનાની માગણી કરી હતી. ઉપરાંત ગાળો આપી હતી તથા શરીરે ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.ડી. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.