રાજુલાના નવા માંડરડી ગામે રહેતી એક પરિણીતાએ તેના ચારિત્ર્ય પર શંકા કરવાની ના પાડતાં કોશથી મુંઢમાર માર્યો હતો તથા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે શારદાબેન બાલુભાઈ જીંજાળા (ઉ.વ.૩૭)એ આતુભાઈ બચુભાઈ જીંજાળા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ તથા તેમના જેઠાણી સવિતાબેન મરણના કામે ગામમાં જતા હતા ત્યારે આરોપી દિયરે ત્યાં આવી, તું કેમ તારા મામા-ફઇનાઓ સાથે ફોટા પાડે છે તેમ કહી ચારિત્ર્ય ઉપર શંકા કરવા લાગ્યા હતા. જેથી તેમણે આતુભાઇને આવુ નહીં કહેવા સમજાવતા જેમ ફાવે તેમ ગાળો આપી પોતાના હાથમાં હળની કોશ લાવી શરીરે બંને હાથે તથા કાંડાના ભાગે તથા પેટના ભાગે મુંઢમાર માર્યો હતો. ઉપરાંત જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.