બગસરાના નવા વાઘણીયા ગામે રહેતા ચતુરભાઈ ઉર્ફે નરેશભાઈ અરજણભાઈ પરમાર (ઉ.વ.૩૦)એ જાહેર કર્યા મુજબ, ભોગ બનનારના ગામમાં રહેતા વાલજીભાઇ કરશનભાઇ ખુમાણ તથા રેખાબેન મનસુખભાઇ ખુમાણ રેપનો કેસ કરવાની ધમકી આપતા હતા. જેના ત્રાસના કારણે કંટાળી જાતે બગસરા કુંકાવાવ રોડ ઉપર આવેલ જાનકી ડેરીની સામે કપાસમાં છાંટવાની ઝેરી દવાની બોટલમાંથી એક ઘુંટડો ઝેરી દવા પી લીધી હતી. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી.ટી.બલસટીયા વધુ તપાસ કરી રહ્યા છે.