દેશમાં ઓમિક્રોન વેરીએન્ટના ધીમે પગલે આગમન બાદ જે રીતે એક બાદ એક રાજયમાં તે પ્રસરી રહ્યો છે અને દેશમાં વેકસીનેશનમાં પણ આપણે હજું પુર્ણ સફળતા મેળવી નથી તેથી આ નવા વેરીએન્ટની આવતી જતી ચિંતાના કારણે દેશના એક બાદ એક રાજયમાં આજથી જ નાઈટ કર્ફયુ અને લોકોને મોટી સંખ્યામાં એકત્ર થવા પર પ્રતિબંધ લાદી દેતા તેની સીધી અસર નવા વર્ષની ઉજવણી પર પડી છે અને સૌથી મોટો ફટકો દેશના મનોરંજન, હોટેલ ઉદ્યોગોને પડયો છે જે હાલમાં જ પ્રતિબંધાત્મક આદેશથી બહાર આવીને બીઝનેસમાં ફરી સારા દિવસોની રાહ જાતો હતો.દેશના સૌથી મોટા સેલીબ્રેશન મેટ્રોસીટી મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, કોલકતા, ચેન્નઈ અને છેક અમદાવાદ સુધી ઉજવણી પર નાઈટ કર્ફયુ હાવી થઈ ગયો છે અને મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં રાત્રીના ૯થીજ કર્ફયુ સમયમાં આવી ગયો છે તથા લગ્ન સમારોહમાં પણ નિયંત્રણ લાદી દેવાયું છે. થિયેટરોમાં ૫૦% કેપેસીટીનો અમલ થતા જ નવી સીરીઝ થયેલી ૮૩ ફિલ્મને ફટકો પડયો છે. આ વર્ષે દુબઈમાં નવા વર્ષની ઉજવણીમાં ભાગ લેવા જનારા મુંબઈગરાઓને પરત આવતા સમયે દિવસનું કોરન્ટાઈન ફરજીયાત બનતા હવે દુબઈ જનારા પણ વિચારશે.દેશના મહારાષ્ટ્ર, કર્ણાટક, દિલ્હી તથા ગુજરાત સહિતના ૧૦ રાજયોમાં નાઈટ કર્ફયુના કારણે નવા વર્ષની ઉજવણી હવે મર્યાદીત થઈ ગઈ છે. ઉતરપ્રદેશ અને પ્રવાસીઓના માનીતા રાજસ્થાનમાં આ નાઈટ કર્ફયુ છે તેથી પ્રવાસીઓથી ભરચકક રહેતા આ રાજયોમાં આ વર્ષે નવા વર્ષની ઉજવણી ફીકકી પડી ગઈ છે. લખનૌમાં તા.૩૧ સુધી કલમ ૧૪૪ છે તેથી પાંચ વધુ લોકો એકત્ર થઈ શકશે નહી. મધ્યપ્રદેશમાં પણ આ પ્રકારે નાઈટ કર્ફયુ લાદી દેવાય છે અને દેશના હોટલ, મનોરંજન ઉદ્યોગને આ રીતે અબજાનો મોટો ફટકો પડયો છે તો દેશના મોટાભાગના રાજયોમાં લગ્ન સમારોહમાં પ્રતિબંધાત્મક આદેશો થઈ જતા સમારોહ ટુંકાવવા પડયા છે.