લાયન્સ ક્લબ ઓફ અમરેલી (મેઇન)ના નવા વરાયેલા હોદ્દેદારોનો શપથગ્રહણ સમારોહ આગામી તા. ર૬ ને રવિવારના રોજ સાંજના પઃ૩૦ કલાકે પટેલવાડી ગજેરાપરા અમરેલી ખાતે યોજવામાં આવશે. લાયન્સ ક્લબ અમરેલી (મેઇન)ના વર્ષ ર૦રર-ર૩ના પ્રમુખ તરીકે લા. શિવલાલ હપાણી, સેક્રેટરી તરીકે લા. નિલેશભાઈ ઠુંમર, ખજાનચી તરીકે લા. બકુલભાઈ ભટ્ટ, ઉપપ્રમુખ લા. દિનેશભાઇ ભુવા, કૌશિકભાઈ હપાણી, લા. જતીનભાઈ ઠુંમર, લા. રજની ધોરાજીયા, લા. કાંતિભાઇ વઘાસીયા સહિતના સંસ્થાના હોદ્દેદારો શપથ ગ્રહણ કરશે.
શપથગ્રહણ સમારોહના અધ્યક્ષ તરીકે અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન મોવલીયા રહેશે. ઉદ્‌ઘાટક તરીકે ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી ઉપÂસ્થત રહેશે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે લા. હિરલબા જાડેજા, લા. રમેશચંદ્ર રૂપાલા, લા. કૌશિકભાઈ વેકરીયા, ડી. કે. રૈયાણી, પી.પી. સોજીત્રા, મુકેશભાઇ સંઘાણી હાજર રહેશે. અતિથિ વિશેષ તરીકે લા. તુષારભાઈ પટેલ, લા. રમેશભાઇ કાથરોટીયા, લા. દિનેશભાઇ કાબરીયા, ભૂપતભાઇ સાવલીયા, તુષારભાઈ હપાણી, હસમુખભાઇ પટેલ ઉપÂસ્થત રહેશે. આ શપથગ્રહણ સમારોહમાં ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે લા. ધીરજલાલ રંગપરીયા હાજરી આપશે.