ગુજરાત સરકારના નવા મંત્રીમંડળનું ચિત્ર સ્પષ્ટ થયું છે. જેમાં છ મંત્રીઓને રિપીટ કરવામાં આવ્યા છે જ્યારે ૨૦ નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે. આ વખતે પણ મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનો દબદબો જાવા મળી રહ્યો છે.ગુજરાતના રાજકારણમાં સૌરાષ્ટ્ર હંમૈશા એપિસેન્ટર રહ્યું છે. સૌરાષ્ટ્રમાંથી જે ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા  છે તેમાં પરસોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, અર્જુન મોઢવાડિયા, જીતુ વાઘાણી , કૌશિક વેકરિયા , કાંતિ અમૃતિયા , રીવાબા જાડેજા , પ્રદ્યુમન વાજાનો સમાવેશ થાય છે.સૌરાષ્ટ્રમાંથી જ્ઞાતિ આધારિત સમીકરણની વાત કરીએ તો ત્રણ ઓબીસી બે લેઉવા પટેલ એક કડવા પટેલ તેમજ એક ક્ષત્રિય સમાજ તેમજ એક દલિત સમાજમાથી સ્થાન આપવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે નવા મંત્રીમંડળની શપથવિધિ થોડીવારમાં શરુ થશે.અગાઉ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી પછી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં સૌરાષ્ટ્રના પાંચ નેતાઓને સ્થાન આપવામાં આવ્યું હતું. જેમાં રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા, મૂળુ બેરા અને ભાનુબેન બાબરિયા કેબિનેટ મંત્રી હતા. આ ઉપરાંત પરશોત્તમ સોલંકીને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા હતા.