બગસરાના નવા ઝાંઝરીયા ગામે બંધ મકાનના ડેલાનું તાળું તોડી ચોર ઇસમો ત્રાટક્યા હતા અને કબાટમાં રાખેલા રોકડા રૂ.૩૫,૦૦૦ તથા બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે હાલ અમદાવાદના ગોપાલ ચોકમાં રહેતા અને મૂળ નવા ઝાંઝરીયા ગામના રમેશભાઈ બાબુભાઈ કોલડીયા (ઉ.વ.૫૨)એ અજાણ્યા ચોર ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, ચોર ઇસમે તેમના રહેણાંક મકાનના મેઇન ડેલાનું તાળું તોડી ગેરકાયદે પ્રવેશ કરી ઘરના રૂમના કબાટમાં લોકરમાં રહેલા રોકડા રૂ.૩૫,૦૦૦/- તથા મોટર સાઇકલ ય્ત્ન-૦૧-ત્નસ્-૧૫૧૪ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
કુલ મળીને રૂ. ૫૦,૦૦૦ની ચોરી થઈ હતી. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી.ટી.બળસટીયા વધુ તપાસ કરી રહ્યા છે.