રાજુલાના નવા આગરિયા ગામે બેસતા વર્ષે દુકાનેથી લીધેલા નાળિયેરને બદલવા મુદ્દે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે ઝઘડો થયો હતો. આ બનાવ અંગે ભાભલુભાઇ દાનાભાઇ લાભકા (ઉ.વ.૩૩)એ કાનજીભાઇ લાખાભાઇ ડાભી (૨) લાખાભાઇ પાંચાભાઇ ડાભી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.